Get The App

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે અકસ્માત ગ્રસ્ત બનેલી કારને સળગાવી દેવાયાની પોલીસ ફરિયાદ

Updated: Nov 1st, 2021

GS TEAM

Google News
Google News
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે અકસ્માત ગ્રસ્ત બનેલી કારને સળગાવી દેવાયાની પોલીસ ફરિયાદ 1 - image


- કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા પછી ઉશ્કેરાયેલા બાઇક ચાલકે કારને આગ ચાંપી બે લાખનું નુકસાન પહોંચાડ્યું

જામનગર,તા.1 નવેમ્બર 2021,સોમવાર 

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતના બનાવ પછી ઉશ્કેરાયેલા બાઇક ચાલકે કારને આગ ચાંપી દઈ સળગાવી નાખ્યાની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે ગઈકાલે રાત્રે એક કાર તેમજ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ પૂર્વ ચલાવી એક કાર સાથે અથડાઈ પડ્યો હતો. જેમાં તેને સામાન્ય ઇજા થઇ હતી. જેનો ખાર રાખીને પોતે સ્કૂટર માંથી નીચે ઊતર્યો હતો અને અકસ્માત ગ્રસ્ત કાર જી.જે.37 ટી 0603 ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી નાખી હતી.

જેના કારણે કારમાં રૂપિયા બે લાખનું નુકસાન થયું હતું. આ બનાવ અંગે કારના માલિક ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના જીતુરાજસિંહ અભેસંગ જાડેજાએ મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બાઇકના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Tags :