Get The App

જામનગરમાં લોક ડાઉનમાં મુક્તિ માટે અપાયેલા પાસ ૩જી મે સુધી ચાલુ રહેશે

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં લોક ડાઉનમાં મુક્તિ માટે અપાયેલા પાસ ૩જી મે સુધી ચાલુ રહેશે 1 - image


જામનગર, તા. 14 એપ્રીલ 2020, મંગળવાર

જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન ના સમયગાળા દરમિયાન જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આવશ્યક સેવાઓ, અખબારી સેવા, પેટ્રોલ પમ્પ વગેરેને લોક ડાઉન દરમિયાન કોઇ તકલીફ ન પડે અથવા તો અવર-જવર કરી શકે તે માટે "મુક્તિ પાસ" અપાયા હતા.જે પાસ ની મુદત ૧૪ એપ્રિલ સુધી નક્કી કરાઈ હતી.

પરંતુ આજે વડાપ્રધાન દ્વારા લોક ડાઉન ની મુદતમાં વધારો કરાતા જામનગરના જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા પાસ ની મુદત મા પણ વધારો કરવામાં આવ્યો છે. અને તે જ પાસ હવે ૩જી મે સુધી ચાલુ રહેશે તેવી વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે લોકોને અગાઉ પાસ ઇસ્યુ કરાયા છે તે આગામી ૩જી મે સુધી ચાલુ રહેશે, અને બીજા નવા પાસ મેળવવાની જરૂરિયાત રહેશે નહીં.

Tags :