Get The App

જામનગર નજીક દરેડમાં રહેતી પરણિતાને સાસરીયાઓનો સીતમ: મારકુટ-ત્રાસ અંગેની ફરિયાદ

Updated: Mar 29th, 2024

GS TEAM

Google News
Google News
જામનગર નજીક દરેડમાં રહેતી પરણિતાને સાસરીયાઓનો સીતમ: મારકુટ-ત્રાસ અંગેની ફરિયાદ 1 - image

In laws Harassment in Jamnagar : જામનગર નજીક દરેડમાં રહેતી એક પરણીતાને તેમના સાસરીયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને પોલીસે તમામ છ સાસરીયાઓ સામે ગુનો નોધ્યો છે.

 જામનગર નજીક દરેડમાં માધવ ટાઉનશિપમાં રહેતી માનસીબેન વિશાલભાઈ કામળિયા નામની 21 વર્ષની પરણીતાએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના પતિ સહિતના સાસરીયાઓ લગ્નજીવન દરમિયાન નાની-નાની બાબતોમાં વાંક કાઢી ગાળો આપી પોતાને મારકુટ કરતા હોવાની ફરિયાદ કરી હતી.

 જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનમાં માનસીબેનના પતિ વિશાલ ભરતભાઈ કામળિયાઝ સસરા ભરત ગોવિંદભાઈ કામળિયા, સાસુ સરોજબેન ભરતભાઈ કામળિયા, દિયર હિરેનભાઈ ભરતભાઈ કામળિયા, મામાજી સસરા સાગરભાઇ બટુકભાઈ લાડવા, અને નાનાજી સસરા બટુકભાઈ લાડવા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ કરી છે.