જામનગર: બહારથી આવેલા લોકો પૈકી 377 વ્યક્તિ હોમ કોરોન્ટાઈન, સમરસ હોસ્ટેલ માં પણ 152 વ્યક્તિ કોરોન્ટાઈન
જામનગર, તા. 06 મે 2020, બુધવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શહેરમાં બહારગામથી આવેલા 377 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં 152 લોકોને કોરોન્ટાઈન કરાયા છે. જામનગર શહેર માં આજે માસ્ક નહીં પહેરનારા 182 લોકો પાસેથી દંડ વસૂલાયો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં બહારગામથી આવેલા કુલ 1929 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકોએ પોતાનો પિરિયડ પૂરો કરી લીધો છે. જે પૈકી હાલ 377 લોકો હોમ કોરોન્ટાઈન છે. જ્યારે સમરસ હોસ્ટેલ માં આજે 152 વ્યક્તિને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા 182 લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે અને તેઓ પાસેથી રૂપિયા 37 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.