Get The App

જામનગર નજીક ધુંવાવમાં રહેતા યુવાન પર પાન મસાલાના બાકી રોકાતા 200 રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને હુમલો: ચાર સામે ફરિયાદ

Updated: Nov 11th, 2023

GS TEAM


Google News
Google News
જામનગર નજીક ધુંવાવમાં રહેતા યુવાન પર પાન મસાલાના બાકી રોકાતા 200 રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને હુમલો: ચાર સામે ફરિયાદ 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 11 નવેમ્બર 2023, શનિવાર

જામનગર નજીક ધુંવાવમાં રહેતા એક યુવાન પર પાન મસાલા ના બકકી રોકાતા 200 રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને તકરાર કરી ચાર શખ્સો એ હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ધુંવાવ હાઉસિંગ બોર્ડ ની કોલોની માં રહેતા યુવરાજસિંહ ઉર્ફે ટકો દિલીપસિંહ ઝાલા નામના 26 વર્ષના યુવાને પોતાના ઉપર લાકડી- ધોકા વડે હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખવા અંગે હાપા રેલવે સ્ટેશન પાસે રહેતા મોઈન ઉર્ફે મોઇલો અને સાહિલ ઉર્ફે સોઇલો તેમજ હાપા એલગન સોસાયટીમાં રહેતા બોદુ અને જામનગરના ગુલાબ નગરમાં રહેતા ટકો દરબાર સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પાસે આરોપી મોઇન પાન મસાલાના 200 રૂપિયા માંગતો હતો, તે પૈસાની ઉઘરાણીના પ્રશ્ને ચારેય આરોપીઓ લાકડી- ધોકા અને લોખંડના પાઇપ સાથે ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા, અને આ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


Tags :