જામનગરમાં વામ્બે આવાસ નજીક બાવરીવાસમાં રહેતા એક યુવાન પર હુમલો
- બાળકો ઝઘડતા હોવાથી તેને સમજાવવા જતાં ઉશકેરાયેલા પરિવારજનોએ હુમલો કર્યાની ફરિયાદ
જામનગર,તા.26 ઓગસ્ટ 2023,શનિવાર
જામનગરમાં વામ્બે આવાસ કોલોની નજીક બાવરીવાસમાં રહેતા એક યુવાન પર બે શખ્સોએ ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. બંને આરોપીઓના બાળકો ઝઘડી રહ્યા હોવાથી તેઓને સમજાવવા જતાં આ હુમલો કરાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વામ્બે આવાસ પાછળ બાવરીવાસમાં રહેતા રાજેન્દ્ર ધરમપાલ પરમાર નામના 40 વર્ષના બાવરી યુવાને પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી હાથ પગ અને માથાના ભાગે ઇજા પહોંચાડવા અંગે ભૂલન બાવરી અને લખન ભૂલન બાવરી નામના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીના બાળકો ઝઘડતા હોવાથી ફરીયાદી તેઓને સમજાવવા માટે ગયો હતો, દરમિયાન બંને આરોપીઓએ ઉસ્કેરાઈ જઇ આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.