Get The App

જામનગર: NCC કૅડેટ દોડવીરે રાત્રિના 12 થી બપોરે 12 વાગ્યા સુધી 60 કિ.મી.ની દોડ લગાવી નવો કિર્તીમાન રચ્યો

- "કોરોના વોરિયર્સ"ને સમર્થન કરવા માટે અને સ્પોર્ટ્સ માટે આજે દોડ લગાવી કર્યો અનોખો પ્રયાસ

Updated: May 12th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર: NCC કૅડેટ દોડવીરે રાત્રિના 12 થી બપોરે 12 વાગ્યા સુધી 60 કિ.મી.ની દોડ લગાવી નવો કિર્તીમાન રચ્યો 1 - image

જામનગર, તા. 12 મે 2020, મંગળવાર

જામનગરમાં દિગવિજય પ્લોટ-૪૫, વિમલનાથ એપાર્ટમેન્ટમા રહેતી એનસીસી કેડેટ્સની એક યુવતીએ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધી 60 કિ.મી.ની દોડ લગાવી કોરોના વોરિયર્સને સમર્થન આપવા માટેનો અનોખો પ્રયાસ કર્યો છે. જામનગર સહિત 12 એનસીસી કેડેટ્સએ દેશભરમાં આવો પ્રયાસ કરી એક રેકોર્ડ બનાવ્યો છે.

જામનગરમાં દિગવિજય પ્લોટ શેરી નંબર 45માં રહેતી અને બીએ વિથ ઈંગ્લિશ સેમેસ્ટરનો અભ્યાસ કરતી બંસી ઠુમ્મર નામની એનસીસી કેડેટ્સ કોલેજિયન યુવતીએ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધી પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમા સતત 60 કિલોમીટર સુધીની દોડ લગાવી કોરોના વોરિયર્સને સમર્થન આપવા માટેનો અનોખો પ્રયાસ કર્યો હતો.

ભારત દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશભરમાં અવિરતપણે લોકોની સેવામાં ખડે પગે ઉભા રહેલા કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ જવાનો, સફાઈ કામદારો, એનસીસી અને હોમગાર્ડ તેમજ સેનાના જવાનો તથા અન્ય સેવાભાવીઓ અને પત્રકારો સહિતના કર્મનિષ્ઠ લોકોને સમર્થન આપવા માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જામનગર: NCC કૅડેટ દોડવીરે રાત્રિના 12 થી બપોરે 12 વાગ્યા સુધી 60 કિ.મી.ની દોડ લગાવી નવો કિર્તીમાન રચ્યો 2 - imageજામનગરની  વર્ષીય બંસી ઠુંમર કે જે આજથી એક વર્ષ પહેલાં એનસીસીમાં જોડાઇ છે અને જામનગરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થીની તરીકે અભ્યાસ કરીને ઇન્ટરનેશનલ મોન્ટેન્ટ બાઈસીકલીંગ, નેશનલ લેવલ રોડ સાયકલિંગ ઉપરાંત વિશ્વની સૌથી નાની વયની માઉન્ટેડ બાઈકર્સ પણ બની હતી.

હાલમાં એક વર્ષથી તે કોલેજનો અભ્યાસ કરી રહી છે અને નેશનલ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં તેનું નામ પણ નોંધાયું છે. જેણે ભારતભરના અન્ય 11 એનસીસી કૅડેટ સાથે નિર્ધાર કરીને કુલ 12 લોકોએ 12મી તારીખે 12મી જુનના દિવસે રાત્રિના 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી સતત 60 કલાક દોડીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સાથોસાથ કોરોના વોરિયર્સને સમર્થન આપવા માટેનો અનોખો પ્રયાસ કર્યો છે.

આજે દેશભરમાં જે 12 એનસીસી કેડેટ્સ દોડ્યા હતા, જે પૈકી બંસી ઠુમ્મર એકમાત્ર મહિલા કેડેટ છે. બાકીના અન્ય 11 ભાઈઓએ દોડ લગાવી છે.

Tags :