જામનગર શહેરમાં 32 કોમર્શિયલ કોમ્પ્લેક્સમા દુકાનો બંધ રાખવા તંત્રનો આદેશ
- ચાંદી બજાર, બર્ધન ચોક ,લીંડીબજાર અને શાક માર્કેટ વિસ્તાર પણ બંધ રાખવા તંત્રનો નિર્દેશ
જામનગર, તા.26 એપ્રિલ 2020, રવિવાર
જામનગરના જિલ્લા કલેકટર દ્વારા કેટલીક દુકાનોને શરતી છૂટ છાટ આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ત્યારે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી 32 જેટલી માર્કેટ- કોમર્શિયલ કોમ્પલેક્ષ કે જેમાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા ચાલુ નહીં કરવા માટેની તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જેની વિગતવાર યાદી પ્રસિઘ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના ચાંદી બજાર વિસ્તાર, બર્ધન ચોક, લીંડીબજાર અને શાક માર્કેટ સહિતના વિસ્તારો પણ બંધ રાખવા આદેશ અપાયો છે.
જામનગર શહેરમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે જેમા જ્યોત ટાવર, સિટી પોઇન્ટ, ક્રોસ રોડ, અવંતિકા કોમ્પલેક્ષ, માધવ પ્લાઝા, સીટી આર્કેડ, માધવ દર્શન કોમ્પલેક્ષ, માધવ સ્ક્વેર, ડાયમંડ માર્કેટ, એટલાન્ટિસ, સ્ટાર લાઇટ કોમ્પલેક્ષ, સ્ટરીલાઈટ કોમ્પલેક્ષ, સિટી પોઇન્ટ, મોર્ડન માર્કેટ,નિયો કોમ્પ્લેક્સ,પેનોરમા કોમ્પ્લેક્સ, ચાંદી બજાર, બર્ધન ચોક, લીંડી બજાર, શાકમાર્કેટ, ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ, સુપરમાર્કેટ, જય શ્રી કોમ્પલેક્ષ,ક્રિષ્ના કોમ્પ્લેક્સ, સ્ટાર યુ કોમ્પ્લેક્સ,બંસી કોમ્પ્લેક્સ, સરદાર પટેલ ભવન કોમ્પલેક્ષ, અપૂર્વ પ્લાઝા, લકી પ્લાઝા, વિનાયક પ્લાઝા, શોપિંગ પોઇન્ટ, શિવહરી ટાવર કોમ્પ્લેક્સ સહિતના 32 કોમર્શીયલ બિલ્ડીંગોનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત તમામ વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ કોમ્પલેક્ષની ઇમારતોમાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા ચાલુ નહીં કરવા માટેની વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તેમ છતાં પણ જો કોઈ વેપારીઓ પોતાના વેપાર ધંધા ચાલુ રાખશે તો જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ એસપી શરદ સિંઘલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.