Get The App

જામનગર શહેરમાં દિવાળીની રાત્રે આતશબાજી સમયે મહાનગરપાલિકા નું ફાયર તંત્ર સજ્જ

Updated: Oct 23rd, 2022

GS TEAM


Google News
Google News
જામનગર શહેરમાં દિવાળીની રાત્રે આતશબાજી સમયે મહાનગરપાલિકા નું ફાયર તંત્ર સજ્જ 1 - image


- ત્રણ ફાયર સ્ટેશન તથા ડીકેવી સર્કલ- ખંભાળિયા ગેઇટ અને દરબારગઢ સહિત છ સ્થળો પર ફાયર ફાઈટર સાથે ની ટીમ તૈનાત

- જામ્યુકોના ચીફ ફાયર ઓફિસર સહિત કુલ 71 ફાયરના અધિકારી અને જવાનોનો કાફલો ફરજમાં ગોઠવાયો

જામનગર, તા. 23 ઓક્ટોબર 2022 રવિવાર

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન આતશબાજીને લઈને આગજનીની ઘટના બને તો તે સ્થળે તાત્કાલિક પહોંચી વળવા માટે સમગ્ર ફાયર તંત્ર સજ્જ બન્યું છે, અને જામનગરના ત્રણ ફાયર સ્ટેશન ઉપરાંત ડિકેવી સર્કલ, ખંભાળિયા ગેઇટ, અને દરબારગઢ સર્કલમાં ફાયર ફાઇટરો સહિત ના સ્ટાફને તૈનાતમા મૂકવામાં આવ્યો છે, અને કુલ ૧૫ ફાયર ફાઈટર અને ચીફ ફાયર ઓફિસર સહિત ૭૧ જેટલા ફાયરના અધિકારી- કર્મચારીઓની ટીમ સુસજજ બની છે.

જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ કમિશનર ડૉ. સૌરભ પારધી તેમજ ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની ની સૂચનાથી તેમજ ચીફ ફાયર ઓફિસર અને ગુજરાતના ફાયર વિભાગના ડાયરેક્ટર કે. કે. બિશ્નોઈ તથા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગના ૭૧ જેટલા અધિકારી- કર્મચારીઓ ને સ્ટેન્ડ બાય માં રખાયા છે, અને દિવાળીના તહેવારે એટલે કે સોમવારે સાંજે ૭.૦૦ વાગ્યાથી મંગળવારે સવાર સુધીના સમયગાળા દરમિયાન ફાયર તંત્ર એલર્ટ મોડમાં જ રહેશે, અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જામનગરના મેઈન ફાયર સ્ટેશનમાં પાંચ ફાયર ફાઈટરો ને તૈયાર રાખવામાં આવશે, અને ત્યાં ફાયર ના જવાનોની મોટી ટીમ ખડેપગે રહેશે. ત્યારબાદ જનતા ફાટક ફાયર સ્ટેશનમાં બે ફાયર ફાઈટર સાથેની ટીમને તૈયાર રખાઇ છે, અને બેડેશ્વર ફાયર સ્ટેશનમાં પણ બે ફાયર ફાઈટર સાથેની ટીમ તૈનાતમાં રહેશે.

આ ઉપરાંત જામનગરના ડિકેવી સર્કલ, દરબારગઢ સર્કલ, અને ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં પણ અલગથી હંગામી ફાયર સ્ટેશન ઊભા કરી લેવાયા છે, અને ત્યાં ફાયર ફાઈટર સાથેનો સ્ટાફ સુસજ્જ બનીને ખડે પગે રહેશે.

તમામ સ્થળો પર નાના મોટા ૧૫ ફાયર ફાઈટર ગોઠવી દેવામાં આવ્યા છે, અને આગ જનીની ઘટનાને લઈને ખૂણે ખૂણે સુધી પહોંચી વળવા માટે ફાયરતંત્ર સજ્જ બન્યું છે.

Tags :