Get The App

જામનગરમાં બર્ધન ચોક અને ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ખરીદી અર્થે ગયેલા મહિલા અને પુરુષના મોબાઈલ ફોન ચોરાયા

Updated: Nov 6th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં બર્ધન ચોક અને ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ખરીદી અર્થે ગયેલા મહિલા અને પુરુષના મોબાઈલ ફોન ચોરાયા 1 - image

image : Freepik

જામનગર,તા.06 નવેમ્બર 2023,સોમવાર

જામનગર શહેરમાં મોબાઇલ ચોર ટોળકી ફરી સક્રિય બની છે અને ભીડનો લાભ લઈને ખરીદી અર્થે આવી રહેલા મહિલા સહિતના ગ્રાહકોના મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી રહ્યા છે, જેમાં ગઈકાલે બર્ધન ચોક વિસ્તારમાં ખરીદી માટે આવેલા એક યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો છે, જ્યારે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ખરીદી અર્થે ગયેલી એક મહિલાનો મોબાઇલ ફોન ચોરાયો છે. 

જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં એક વાસણ ભંડાર પાસે ખરીદી માટે આવેલા મેઘપર ગામના અમિતભાઈ મોહનભાઈ બક્ષી કે જેઓ ખરીદીમાં વ્યસ્ત હતા જે દરમિયાન ભીડનો લાભ લઈને કોઈ તસ્કરે તેમના ખિસ્સામાંથી રૂપિયા 25,000 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી ગયાનું સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે.

 આ ઉપરાંત ગ્રેઈન માર્કેટ ત્રણ દરવાજા વિસ્તારમાં શૈલેષભાઈ વલ્લભભાઈ કણજારીયાના પત્ની ખરીદી કરવા માટે ગયા હતા, જે દરમિયાન કોઈ તસ્કરે તેમના મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Tags :