જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય રીવાબા જાડેજાએ વિધાનસભા ગ્રહમાં ગઈકાલે શપથ લીધા
જામનગર,તા.20 ડિસેમ્બર 2022,મંગળવાર
જામનગર -૭૮ ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે જામનગરના રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. જેઓએ ગઈકાલે વિધાનસભા ગ્રહમાં પ્રોટેમ સ્પીકર સમક્ષ શપથ ગ્રહણ કર્યા હતા.
ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે ગઈકાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ, નવનિયુક્ત ધારાસભ્યઓ તેમજ હોદેદ્દારો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા અને દરેક નાગરિક સુધી તમામ સુવિધાઓ પહોંચે તે માટે હું મક્કમ અને પ્રતિબદ્ધ છું, તેવા સંકલ્પ સાથે રિવાબા જાડેજાએ શપથ ગ્રહણ કર્યા હતા.