જામનગરમાં સમગ્ર ગ્રેઈન માર્કેટના વિસ્તારમાં સમૂહ સફાઈ કરાવાઇ
- શહેરના વેપારીઓ તેમજ બહારગામથી આવતા વેપારીઓની સુરક્ષા માટે સફાઈ અને સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ
જામનગર, તા. 14 મે 2020 ગુરૂવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે સફાઈ તંત્રને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર ગ્રેઈન માર્કેટ ફરીથી શરૂ થઈ ગઈ છે. ત્યારે જામનગર શહેરના વેપારીઓ તેમજ બહારગામના વેપારીઓ ખરીદી કરવા માટે આવતા હોય છે.
જેઓની સુરક્ષાના ભાગરૂપે સમગ્ર ગ્રેઈન માર્કેટ પરિસરને સાફ સુથરો કરી દેવામાં આવ્યો હતો. મનપાની ટીમ વગેરે આજે વહેલી સવારે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને સમગ્ર માર્કેટ પરિસરમાં સામૂહિક સફાઈ હાથ ધરવામાં આવી હતી અને ડી.ડી.ટી.નો છંટકાવ કરી દેવાયો હતો.
ઉપરાંત સેનિટાઇઝેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.