Get The App

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી પરણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Apr 9th, 2024

GS TEAM


Google News
Google News
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી પરણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

image : Freepik

Suicide Case in Jamnagar : જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી એક પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં એક ખાનગી સ્કૂલની પાછળના ભાગમાં રહેતી અંકિતાબેન પ્રશાંતભાઈ સંચાણીયા નામની 24 વર્ષની પરણીતા, કે જેણે ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંષા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આથી તેણીના પતિ પ્રશાંત કિશોરભાઈ સંચાણીયાએ સૌપ્રથમ 108 ની ટીમને જાણ કરતાં 108ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ફરજ પરના તબીબે અંકિતાબેનનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. 

ત્યારબાદ આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. આર.પી.અસારી બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અંકિતાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. અને તેણીએ કયા સંજોગોમાં 

 આપઘાતનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકના પતિ સહિતના અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

Tags :