જામજોધપુરમાં વધતા જતા સંક્રમણને લઈને આજથી માર્કેટિંગ યાર્ડ બંધ
જામનગર, તા. 20 જુલાઇ 2020, સોમવાર
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાનુ સંક્રમણ ખૂબ જ વધી ગયું હોવાથી જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા અચોક્કસ મુદત માટે હરાજીની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, અને માર્કેટિંગ યાર્ડ બંધ થયું છે.
જામજોધપુર ટાઉન અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોના વાયરસના સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે, અને કોરોનાનો લોકલ સંક્રમણ વધી ગયું હોવાથી સમગ્ર જામજોધપુર પંથકમાં ગભરાટનો માહોલ છે. ત્યારે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા તમામ પ્રકારની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માર્કેટિંગ યાર્ડમાં આજથી જ હરાજીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે, અને અચોક્કસ મુદત માટે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોએ પણ પોતાની જણસ નહીં લઈ આવવા જાહેરાત કરાઇ છે.