જામનગરવાસીઓ માટે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો થયો પ્રારંભ
- ધારાસભ્યઓ, મેયર સહિતના મહાનુભાવોએ જામનગર-સુરત લક્ઝરી કોચનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
જામનગર,તા.21 ફેબ્રુઆરી 2023,મંગળવાર
રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને 2*2 લક્ઝરી કોચની ફાળવણી કરાતા જામનગરવાસીઓને હવે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો લાભ મળશે. જામનગર એસ.ટી.ડેપોથી સુરત સુધી પરિવહન કરનાર આ લક્ઝરી કોચનું ગત તા.૨૦ ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, શહેરના કોર્પોરેટરઓ, આગેવાનઓ તથા જામનગર એસ.ટી.વિભાગના વિભાગીય નિયામક બી.સી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા એસ.ટી.વિભાગના પરિવહન અધિકારી જે.વી.ઇસરાણી તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.