Get The App

લાલપુર તાલુકાના મેઘપરમાં પ્રેમીએ ગળાફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો

Updated: Oct 17th, 2023

GS TEAM


Google News
Google News
લાલપુર તાલુકાના મેઘપરમાં પ્રેમીએ ગળાફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો 1 - image


Image Source: Twitter

- પ્રેમિકાને ગરબી જોવા જવાની ના પાડવા છતાં પ્રેમિકા ગરબી જોવા જતાં પ્રેમિએ આપઘાત કરી લીધો

જામનગર, તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર

લાલપુર તાલુકાના મેઘપરમાં પ્રેમિકાએ ગરબી જોવા જવું હતું પરંતુ, પ્રેમિએ ના પાડવા છતાં પ્રેમિકા ગરબી જોવા જતાં પ્રેમિએ ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધું છે. આ સમગ્ર ઘટના મામલે મેઘપર (પડાણા) પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી પ્રમાણ મેઘપર ગામમાં ભાવસંગ ટપુભા કેરના મકાનમાં ભાડે રહેતા અને મુળ ઉત્તર પ્રદેશના સચિનકુમાર શૌવીરસિંહ કુંડલી અને પ્રજ્ઞાબેન સુનિલ તુકારામ વચ્ચે પ્રેમસંબંધ હોય અને સાથે જ રહેતા હતા.

દરમિયાન ગત તા. 15.10.2023ના રોજ પ્રજ્ઞાને ગરબી જોવા જવું હતું. પરંતુ સચીને તેને ગરબી જોવા જવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ પ્રજ્ઞા ગરબી જોવા માટે ગઈ હતી. 

ત્યાર બાદ પોતાના રૂમમાં એકલા રહેલા સચીનને આ વાતનું મનમાં લાવી આવતાં તેણે પંખામાં પટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લેતાં તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે પ્રેમિકા પ્રજ્ઞાબેન સુનિલ તુકારામ મરાઠી એ મેઘપર (પડાણા) પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Tags :