જામનગરમાં બ્રહ્મ દેવ સમાજ દ્વારા કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન પરશુરામજીનો હવન કરાયો
જામનગર તા 3 મે 2022,મંગળવાર
જામનગર શહેરમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે પરશુરામ જયંતીના દિવસે સવારે કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન પરશુરામજીનો હવન કરવામાં આવ્યો હતો.
ભગવાન પરશુરામજીની મૂર્તિ સ્થાપિત કરીને બહેનો દ્વારા આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી, તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન પરશુરામજીનું પૂજન કરવામાં આવ્યું હતું, અને વૈદિક હવન કરવામાં આવ્યો હતો, તેમજ મહાઆરતી કરવામાં આવી હતી, સાથોસાથ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.