જામનગરમાં તમાકુની હોલસેલ દુકાનોએ લાગી લાંબી કતારો
- પાન-બીડીના લારી-ગલ્લા બંધ થતા
- ટોળા એકત્ર થતા પોલીસ દોડી
જામનગર, તા. 18 જુલાઈ, 2020, શનિવાર
જામનગર શહેરમાં આજથી પાનના લારી-ગલ્લા બંધ થતા તમાકુની જથ્થાબંધ દુકાનોએ લાંબી કતારો લાગી હીત. દુકાનોએ ટોળા એકત્ર થતા પોલીસને દોડવું પડયું હતું.
જામનગર શહેરમાં વધતા જતા સંક્રમણને લઇને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ચા-પાનના લારી ગલ્લાઓ નવ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, અને આજ થી ચા-પાન ના તમામ લારી ગલ્લાઓ બંધ થઈ ગયા છે.
જામનગર શહેરના હોલસેલ વેપારી કે મોટાભાગે દિપક સિનેમા, ગ્રેઈનમાર્કેટ, શાક માર્કેટ, રણજિત રોડ વગેરે વિસ્તારમાં આવેલા છે. જે તમામ હોલસેલ વિક્રેતાઓને ત્યાં આજે પાન મસાલા ના બંધાણીઓ પાન તમાકુ નો જથ્થો મેળવવા માટે ધસી ગયા હતા, અને તમામ દુકાનો ના દ્વારે લોકોના ટોળા એકત્ર થતા કેટલાક વેપારીઓ ને પોતાના વેપાર-ધંધા બંધ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે પોલીસ ટુકડી પણ દોડી ગઈ હતી અને લોકોને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.