જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દારૂ અંગે દરોડો


- ઇંગ્લિશ દારૂ સાથે મકાન માલિકની અટકાયત: અન્ય એક ફરાર

જામનગર,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

જામનગરમાં શાક માર્કેટ નજીક પખાલી વાડ વિસ્તારમાં એક રહેણાક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડયો છે અને ૨૨ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી સાથે મકાન માલિકની અટકાયત કરી છે, જ્યારે અન્ય એક શખ્સ અને ફરાર જાહેર કરાયો છે

 જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે શાકમાર્કેટ વિસ્તારમાં પખાલી વાડ વિસ્તારમાં રહેતા અમિત મુકેશભાઈ રાઠોડ નામનાશખ્સના મકાનમાં ઇંગલિશ દારૂની બાટલીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાનમાંથી ૨૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી લઈ મકાન માલિક અમિત રાઠોડની અટકાયત કરી છે, જ્યારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇમરાન શેખ નામના શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ કરી છે.

City News

Sports

RECENT NEWS