જામનગરમાં જ્યોતિ પાર્ક સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ પર એલસીબી નો દરોડો
ઘોડીપાસાનો જુગાર રમી રહેલા મકાન માલિક સહિત જામનગર અને ખીમલીયા ના 15 શખ્સોની અટકાયત
જામનગર, તા. 25 ડિસેમ્બર 2022 રવિવાર
જામનગરમાં જ્યોતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ઘોડીપાસા ની મીની ક્લબ ચલાવવામાં આવી રહી હોવાની બાતમી ના આધારે ગઈ રાત્રે એલસીબી ની ટુકડી ત્રાટકી હતી, અને ઘોડીપાસાનો જુગાર રમી રહેલા મકાનમાલિક સહિત જામનગર અને ખિમલીયા ગામના ૧૫ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તથા વાહનો સહિત રૂપિયા સવા ચાર લાખની માલમતા કબજે કરી લેવાઇ છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગર - લાલપુર બાયપાસ રોડ નજીક આવેલી જ્યોત પાર્ક સોસાયટીમાં રહેતા સતિષ ઉર્ફે સતીયો હરીશભાઈ મંગે નામના શખ્સ દ્વારા મકાન ભાડેથી રાખીને જામનગર અને આસપાસના વિસ્તારના જુગારીયા તત્વોને એકત્ર કરી ને ઘોડીપાસા ની મીની કલબ ચલાવવામાં આવી રહી છે, તેવી ચોક્કસ બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળી હતી, જે બાતમી ના આધારે ગઈ રાત્રે એલસીબી ની ટીમ ત્રાટકી હતી. જે ધરોડા દરમિયાન મકાનમાલિક સહિત ૧૫ જેટલા શખ્સો ઘોડીપાસા વડે હાર જીતનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
આથી એલસીબીની ટીમે જુગારની મીની કલબ ચલાવનાર સતીશ હરીશભાઈ મંગે, ઉપરાંત જામનગરના રાજેશ દયાળજી ખાનીયા, અજય ભરતભાઈ કનખરા, મનસુખ રામભાઈ સોલંકી, પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કતિયારા, સંજય લીલારામ અંબવાણી, સચિન અનિલભાઈ કારસાણી, દિપક વલ્લભભાઈ કનખરાઝ યુનુસ ઇબ્રાહીમભાઇ ખીરા, રાજેશ આસનદાસ કટારમલ સુમિત હરીશભાઈ ગંઢા, સામિયાભા વરજાંગભા સુંભણીયા, ભરત શામજી માવ, રવી જગદીશ મંગે, ખીમલિયા ગામના પ્રવીણ હરસુખભાઈ ખરા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૨,૨૭,૮૫૦ ની રોકડ રકમ એક કાર, ૧૨ નંગ મોબાઈલ ફોન, વગેરે સહિત રૂપિયા ૪,૨૪,૪૫૦ ની માલમતા કબજે કરી છે.