જામનગર: યાદવનગર વિસ્તારમાં અન્યના ઝગડાને જોઈ રહેલા યુવાન પર છરી વડે હુમલો
- ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી ભાગી છૂટતા પોલીસ દ્વારા ત્રણેય શખ્સોની શોધખોળ
જામનગર, તા. 21 એપ્રીલ 2020, મંગળવાર
જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતો મોહિત કિશોરભાઇ આંબલીયા નામનો 19 વર્ષનો યુવાન ગઇકાલે સાંજે યાદવ નગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં ત્રણ શખ્સો ઝઘડો કરી રહ્યા હતા. જે ઝઘડાને જોઈ રહ્યો હોવાથી ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ ગયા હતા.
ત્રણેય હુમલાખોરો સંદીપ ઉર્ફે ગગો નાથાભાઈ ધવલ, વેંકટેશ ઉર્ફે વેગડો અને ચિન્નાસ્વામી ઉર્ફે રાજુ નામના ત્રણેય શખ્સોએ મોહિત ઉપર છરી વડે હુમલો કરી દેતા તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ પછી મોહિત પર હુમલો કરવા અંગે ધનીબેન ચેતરીયા એ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.