Get The App

જામનગર : લાલપુરના કાનાલુસ ગામમાં રહેતી અપરણિત યુવતી લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ

Updated: Nov 6th, 2023

GS TEAM


Google News
Google News
જામનગર : લાલપુરના કાનાલુસ ગામમાં રહેતી અપરણિત યુવતી લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ 1 - image

જામનગર,તા.06 નવેમ્બર 2023,સોમવાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતી અને બી.એડ.કોલેજ સુધીનો અભ્યાસ કરનારી અપરણિત યુવતી એકાએક લાપતા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે, જેને પોલીસ શોધી રહી છે.

 જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા રવજીભાઈ મેપાભાઇ સોલંકીની 32 વર્ષીય અપરણિત પુત્રી અરુણાબેન રવજીભાઈ સોલંકી કે જેણે બી.એડ. કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે, અને હાલ નોકરી પણ કરી રહી છે.

 જે ગઈકાલે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. પરિવારજનો દ્વારા તેણીની અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે પિતા રવજીભાઈ દ્વારા મેઘપર પડાણા પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગુમનોંધ કરાવાઈ છે. જે ગુમ થનાર અરુણાબેન મેઘપર પોલીસ શોધી રહી છે.

Tags :