જામનગરમાં ગઈ રાત્રે ત્રણ બત્તી વિસ્તારમાં બે બાઈક ટકરાઈ જતાં અકસ્માત થવાથી ટ્રાફિકજામ
- બન્ને ઇજાગ્રસ્ત બાઇક ચાલકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા: પોલીસ તંત્ર દોડતું થયું
જામનગર,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર
જામનગર માં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે બાઈક ટકરાઈ ગયા હતા અને અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને બાઈકના ચાલકો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અકસ્માત બાદ ટ્રાફિકજામ થયો હતો. ઇજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે અને પોલીસ તંત્રએ દોડી જઈ વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ત્રણ બતી ચોક વિસ્તારમાં ગઈકાલે રાત્રિના ૧૦.૩૦ વાગ્યાના અરસામાં બે બાઈક ધડાકા ભેગા અથડાઈ ગયા હતા. જે અકસ્માતના કારણે બંને વાહન ચાલકો ઇજાગ્રસ્ત બનીને માર્ગ પર પડ્યા હતા જેને લઈને ટ્રાફિકજામ થયો હતો. અને થોડીવાર માટે વાહનના થપ્પા લાગી ગયા હતા. આ અકસ્માત અંગે ૧૦૮ નંબરની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને બંને ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા.
સમગ્ર બનાવવાની જાણ થતા સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અકસ્માત ગ્રસ્ત બનેલા બંને વાહનોને સાઈડમાં ખસેડી લઈ સ્થાનિક જગ્યાનું પંચનામું કર્યું હતું અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.