Gujarat

જામનગર નજીક નાઘેડીમાં રહેતા એક વેપારીના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1 લાખની માલમત્તાની ચોરી

By GS Team
11 Nov 20231 min read
This article was originally published on 11 Nov 2023
જામનગર નજીક નાઘેડીમાં રહેતા એક વેપારીના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1 લાખની માલમત્તાની ચોરી

Image Source: Freepik

- મકાનમાં જ ઘરકામ કરતી નાઘેડી ગામની મહિલાનું કારસ્તાન: ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

 જામનગર, તા. 11 નવેમ્બર 2023, શનિવાર

જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા એક વેપારીના મકાનમાંથી રોકડા રૂપિયા 65,000 તેમજ 35,000ની કિંમતના ઈયર બર્ડ્ઝ સહિત રૂપિયા એક લાખની માલમત્તાની ચોરી કરી જવા અંગે પોતાના ઘરમાં કામ કરતી સફાઈ કામદાર મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નજીક નાઘેડીમાં રહેતા મયુરસિંહ ચંદ્રસિંહ સોઢા નામના વેપારી યુવાને પોતાના ઘેર સાફ-સફાઈ કરવા માટે આવતી નાઘેડી ગામની મહિલા રૂપલબેન મુકેશભાઈ ભલગામા સામે રૂપિયા એક લાખની માલમતા ની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સફાઈ કામદાર મહિલા કેટલાક સમયથી પોતાના ઘેર ઘર કામ કરવા માટે આવે છે, તેણે ઘરમાં કોઈ ન હોવાથી એકલતાનો લાભ લઈ કબાટમાં રાખેલી રૂપિયા  ૬૫ હજારની રોકડ રકમ તેમજ એપલ કંપનીના રૂપિયા 35,000ની કિંમતના બે નંગ ઈયર બર્ડ્ઝ ની ચોરી કરી લીધી હતી.જે અંગે વેપારીને ધ્યાનમાં આવતાં મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કામવાળી સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.