FOLLOW US

જામનગરમાં ગરમીનો પારો 40.0 ડિગ્રીની નજીક પહોંચતાં આકરો તાપ વરસ્યો : બપોર દરમિયાન ગરમ લૂ ફેંકાઈ

Updated: May 26th, 2023

જામનગર,તા.26 મે 2023,શુક્રવાર

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે બપોરે ગરમીનો પારો 40.0 ડિગ્રીની આસપાસ પહોંચી જતાં આકરો તાપ વરસ્યો હતો અને બપોર દરમિયાન ગરમ લૂ ફેંકાઈ હોવાથી લોકો અકળાયા હતા.

જામનગર શહેર અને જિલ્લામાં ગરમીએ આકરો મિજાજ બતાવ્યો છે, અને બે દિવસમાં જ ગરમીનો પારો ચાર ડિગ્રી ઉપર ચડીને 40.0 ડિગ્રી આસપાસ પહોંચ્યો હોવાથી બપોર દરમિયાન કાળજાળ ગરમી પડી રહી છે. પ્રતિ કલાકના 40 થી 45 કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા ગરમ પવનને લઈને પણ લોકો અકળાયા છે.

 જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 28.1 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 35 થી 40 કિ.મી ની ઝડપે રહી હતી, જે વધીને 45 કિમી સુધી પહોંચી હતી.

Gujarat
IPL-2023
Magazines