જામનગર પોલીસે મોટરસાઇકલની ડેકીમાંથી દારૂ ઝડપ્યો : દારૂની બોટલો અને મોટરસાઇકલ સહિત રૂ.30,800નો મુદ્દામાલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં મોટરસાઇકલની ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો લઈ જતા એક શખ્સને સિટી-સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની પાંચ બોટલ અને મોટરસાઇકલ સહિત કુલ રૂ.30,800નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ રિપોર્ટ મુજબ, તા.18 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ગોકુલનગર પાણાખાણના નાકે જાહેર રોડ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સફેદ રંગની એક્સેસ મોટરસાઇકલ નંબર જીજે-10-ઈબી-4809ની ડેકીમાંથી ભારતીય બનાવટની વ્હિસ્કીની 180 મિલીલીટરની પાંચ બોટલ મળી આવી હતી.
આ મામલે પોલીસે મૂળ બિહારના છપરા જિલ્લાના કોઠેસગટી ગામના વતની અને હાલ જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા સોનુકુમાર સંજીતભાઈ માજી (ઉં.વ.18)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.800ની કિંમતની દારૂની પાંચ બોટલ તથા રૂ.30,000ની કિંમતની મોટરસાઇકલ મળી કુલ રૂ.30,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




