Get The App

જામનગર શહેર અને જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક અને રાત્રિ કરફ્યુ ભંગ અંગે ઝુંબેશ હાથ ધરાઈ

Updated: Jan 24th, 2022

GS TEAM

Google News
Google News
જામનગર શહેર અને જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક અને રાત્રિ કરફ્યુ ભંગ અંગે ઝુંબેશ હાથ ધરાઈ 1 - image

- જામનગર શહેર ઉપરાંત ધ્રોળ- લાલપુર- કાલાવડ અને જામજોધપુરમાં છેલ્લા 24 કલાક દરમિયાન જાહેરનામાના ભંગ અંગેના 27 કેસ કરાયા

જામનગર, તા.24

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લામાં જાહેરનામાના ભંગ અંગેના કુલ 27 કેસ કરવામાં આવ્યા છે, અને તે કાર્યવાહી અવિરત ચાલુ રખાઇ છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના કુલ 27 કેસ કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં રાત્રિ કરફ્યુ ભંગ કરીને નીકળનારા લોકો તેમજ માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે દંડ નહીં ભરનારા લોકો સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ અંગેના કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોળ- કાલાવડ- લાલપુર અને જામજોધપુર પંથકમાં પણ પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા અંગે માસ્કનો ઉપયોગ કરવા અંગે અને જાહેરનામાના ભંગ બદલના કેસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે રોડ પર ક્ષમતા કરતાં વધુ પેસેન્જરોને બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારા પાંચ વાહનચાલકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. અને તેઓ સામે પણ જાહેરનામાના ભંગ બદલ ગુના દાખલ કરાયા છે. આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.