Get The App

જામનગર પોલીસ 31 ડિસેમ્બર પહેલા જ એક્શન મોડમાં: દારૂના ધંધાર્થીઓ પર તવાઈ, સઘન વાહન ચેકીંગ

Updated: Dec 27th, 2023

GS TEAM

Google News
Google News
જામનગર પોલીસ 31 ડિસેમ્બર પહેલા જ એક્શન મોડમાં: દારૂના ધંધાર્થીઓ પર તવાઈ, સઘન વાહન ચેકીંગ 1 - image

જામનગર,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે. ત્યારે નવા વર્ષની ઠેર-ઠેર ઉજવણી થશે. જેના ભાગરૂપે જામનગર પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલીયાઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

જામનગર પોલીસ 31 ડિસેમ્બર પહેલા જ એક્શન મોડમાં: દારૂના ધંધાર્થીઓ પર તવાઈ, સઘન વાહન ચેકીંગ 2 - image

ગઈ મોડીરાત્રે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના થી સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોર્ડના પી.એસ.આઈ. ભગીરથસિંહ વાળા સહિત સ્ટાફ દ્વારા પવનચક્કી સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 જેમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચેકિંગની કાર્યવાહી 31 ડિસેમ્બર સુધી અવીરત ચાલુ રાખવામાં આવશે.

Tags :