Get The App

જામનગર મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય, જન્મ-મરણ નોંધણીમાં લોકો પરેશાન, મેયર ઓફિસે હોબાળો

Updated: Aug 23rd, 2024

GS TEAM


Google News
Google News
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય, જન્મ-મરણ નોંધણીમાં લોકો પરેશાન, મેયર ઓફિસે હોબાળો 1 - image


જામનગર શહેરની મહાનગરપાલિકાનું તંત્ર પૂરી રીતે નિષ્ક્રિય બની ગયું હોય તેવું પ્રતીત થાય છે. જન્મ-મરણ નોંધણી કચેરીના સર્વરમાં વારંવાર ખામી સર્જાવાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓપરેટરોની ગેરહાજરી અને કચેરીમાં કામગીરીમાં ધીમી ગતિએ ચાલતી પ્રક્રિયાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ બાબતે ફરિયાદ કરવા માટે મેયર ઓફિસે પહોંચેલા નાગરિકોને મેયરની ગેરહાજરીનો સામનો કરવો પડ્યો હતો. આથી ગુસ્સે ભરાયેલા નાગરિકોએ મેયર ઓફિસ સામે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાએ મહાનગરપાલિકાના તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.

Tags :