Get The App

જામનગર : લાલપુર તાલુકાના ટેભડા ગામમાં પરણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત: મૃત્યુના મામલે શંકા

Updated: Jul 7th, 2023

GS TEAM

Google News
Google News
જામનગર : લાલપુર તાલુકાના ટેભડા ગામમાં પરણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત: મૃત્યુના મામલે શંકા 1 - image

image : Freepik

- માવતર પક્ષની ફરિયાદના આધારે દફન કરાયેલા મૃતદેહને બહાર કાઢી ફરીથી પોસ્ટમોર્ટમ કરાવાયું

જામનગર,તા.7 જુલાઈ 2023,શુક્રવાર

લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતી એક પરણીતાએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જે બનાવમાં માવતર પક્ષ દ્વારા શંકા દર્શાવાઈ હતી. જે મૃતદેહ ને પ્રાંત અધિકારીની રૂબરૂમાં બહાર કઢાવી ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે.

આ બનાવ ની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતી પૂજાબેન પ્રવીણભાઈ નામની દેવીપુજક યુવતીએ પોતાના ઘેર ગાળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે મહિલાની દફનવિધિ કરવામાં આવી હતી. દરમિયાન તેના પિતા કે જેઓ સણોસરા ગામમાં રહે છે તે ચનાભાઈ ગોવિંદભાઈ વાઘેલાએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી પોલીસને જાણ કરી હતી.

તેથી જામનગર ગ્રામ્ય વિસ્તારના પ્રાંત અધિકારીની હાજરીમાં મૃતદેહને ફરીથી બહાર કઢાવવામાં આવ્યો હતો, અને તેનું જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા પછી ફરીથી પોસ્ટમોર્ટમ કરાવાઈ રહ્યું છે. આ બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે.