જામનગર : લાલપુરમાં તબેલા શેરીમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ
image : Freepik
જામનગર,તા.01 માર્ચ 2024,શુક્રવાર
જામનગર જિલ્લાના લાલપુરમાં તબેલા શેરીમાં રહેતા એક સંધિ યુવાન પર તાજીયા જુદા પાડવાના પ્રશ્ને તકરાર કરી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુરમાં તબેલા શેરીમાં રહેતા મોસીન ઈકબાલભાઈ રાવકડા નામના 23 વર્ષના સંધિ યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે લાલપુરમાં ચાર થાંભલા પાસે રહેતા હનીફ ઉર્ફે ડાડો ઘાવડા, નવાજ હનીફ ઉર્ફે ડાડો ઘાવડા અને સલમાન આરીફ શેખ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી અને આરોપી એક સાથે તાજીયો કાઢતા હતા, પરંતુ તાજેતરમાં મન દુઃખ થયા પછી તાજીયો અલગ કાઢવાનું નક્કી કરતાં ત્રણેય આરોપીઓ ઉસકેરાયા હતા, અને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.જે મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.