Get The App

જામનગર જિલ્લામાં લોક ડાઉન દરમિયાન 566 ગુના નોંધાયા: 411 લોકોની અટકાયત

- ગઇકાલે ૧૦૮ ફરિયાદમાં ૬૨ શખ્સો પકડાયા: ૪૪ વાહનો ડિટેઇન

Updated: Apr 10th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લામાં લોક ડાઉન દરમિયાન 566 ગુના નોંધાયા: 411 લોકોની અટકાયત 1 - image

જામનગર, તા. 10 એપ્રીલ 2020, શુક્રવાર

જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન ની અમલવારી ચાલી રહી છે જે દરમિયાન વિના કારણે ઘરની બહાર નીકળનારા અથવા તો ટોળાના સ્વરૂપે એકત્ર થઈ જાહેરનામાનો ભંગ કરનારા 411 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. અને તેઓ સામે અત્યાર સુધીમાં 566 એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. જિલ્લાભરમાં 2600થી સૌથી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉનની અમલવારી ચાલી રહી છે ત્યારે લોક ડાઉન નાં 15મા દિવસે પણ પોલીસ દ્વારા અટકાયત કરવા માટેની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી હતી. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ફુલ 108 ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમાં 62 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. જેમાં પાંચ ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી છે અને ડ્રોન કેમેરા દ્વારા 30 લોકો ને પકડી પાડવામાં આવ્યા છે.

ગઈકાલે શહેરમાંથી 44 વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે. જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ શિંઘલ ની રાહબરી હેઠળ જ્યારથી લોક ડાઉન શરૂ થયું ત્યારથી જ શહેરના પ્રત્યેક પોઈન્ટો ઉપર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. સાથોસાથ જુદા-જુદા પાંચ ડ્રોન કેમેરાની મદદથી પણ લોક ડાઉન નો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 666 એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. અને ફૂલ 411 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

જેમાં કલમ 188ના ભંગ હેઠળ 367 લોકોની અટકાયત થઈ છે. એપેડેમીક એકટની ફરિયાદમા 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 37 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં 15 દિવસ દરમિયાન 2,600થી વધુ વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે જે કાર્યવાહી આજે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે.
Tags :