Get The App

જામનગર જિલ્લો: લોક ડાઉનના 51 દિવસ: 2,024 FIR : 1,522 પકડાયા: 5,137 વાહન ડિટેઇન

Updated: May 14th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લો: લોક ડાઉનના 51 દિવસ: 2,024 FIR : 1,522 પકડાયા: 5,137 વાહન ડિટેઇન 1 - image


જામનગર, તા. 14 મે 2020 ગુરૂવાર

જામનગર જિલ્લામાં લોક ડાઉન ની અમલવારી ચાલી રહી છે અને લોક ડાઉન-1 થી લોક ડાઉન - 3 સુધીના 51 દિવસના સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા 2024 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જે પૈકી 1,522 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. ઉપરાંત સમગ્ર જિલ્લાભરમાંથી 5,137 વાહનો ડિટેઈન કરી લેવામાં આવ્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉનની અમલવારી ચાલી રહી છે અને લોક ડાઉન -1,-2 અને 3ના તબક્કામાં 51 દિવસના સમયગાળા દરમિયાન વિના કારણે ઘરમાંથી બહાર નીકળનારા અથવા તો જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરનારા લોકો અને વેપારીઓ વગેરે સામે ફુલ 2,024 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 1,522 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.

ગઈકાલે એકાવનમાં દિવસે પણ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા 43 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 19 લોકોની ધરપકડ કરાઇ હતી. જામનગર શહેર અને જિલ્લામાં ડબલ સવારીમાં નીકળેલા અથવા તો વિના કારણે ઘરમાંથી બહાર નીકળેલા વાહનચાલકો સામે પણ પગલાં ભરવામાં આવ્યા હતા અને જામનગર જિલ્લામાંથી કુલ 5,137 ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડિટેઈન કરી લેવામાં આવ્યા છે. જોકે તેમાંથી અડધાથી વધુ વાહનોને દંડ ભરીને છોડી દેવામાં આવ્યા છે.

જામનગર શહેરમાં ગઇકાલે પણ લોક ડાઉન નો ભંગ કરવા બદલ 43 એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં એક દવાની દુકાનનો વેપારી પોતાની દુકાનમાં મેડિકલની વસ્તુ સિવાય અન્ય ચીજ વસ્તુઓ વેચાણ કરતા મળી આવ્યો હતો, જેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમય મર્યાદા કરતાં વધુ સમય દુકાન ખુલ્લી રાખનારા ડેરી સંચાલકો તેમજ અનાજ કરિયાણાના 17 જેટલા વેપારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સોશિયલ ડિસ્ટન્સ નહીં જાણનારા 13 રેકડીચાલકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જ્યારે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કપડા ટોપી સહિતની રેકડી ચાલુ રાખનારા ત્રણ રેકડી ચાલકો દંડાયા છે. સોપારીનો જથ્થો લઇને નીકળેલા બે વેપારીઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Tags :