Get The App

જામનગર બી.ડિવિઝન પોલીસનાં ડી-સ્ટાફનાં વિસર્જનનું ભેદી નાટક

- દારૂનાં ધંધાર્થી પાસે તોડ કર્યાની ચર્ચા વચ્ચે

- એક પી.એસ.આઈ. તથા પાંચ પોલીસ જવાનોને એકાએક છૂટા કરી દેવાયા બાદ 24 કલાકમાં જ ફરી ફરજ ઉપર નિયુક્તિથી ચકચાર

Updated: May 9th, 2019

GS TEAM


Google News
Google News

- પોરબંદરમાં પોલીસની પરેડ અને અદ્યતન હથિયારોએ લોકોમાં જમાવેલું આકર્ષણ


જામનગર બી.ડિવિઝન પોલીસનાં ડી-સ્ટાફનાં વિસર્જનનું ભેદી નાટક 1 - image

જામનગર, તા. 9 મે 2019, ગુરુવાર

જામનગરના સીટી  બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સખળ - ડખળ ચાલી રહ્યું છે. સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ડી.સ્ટાફમાં ફરજ બજાવતા એક પીએસઆઈ તેમજ પાંચ પોલીસ કર્મચારીઓને એકાએક છુટા કરી દેવાયા પછી માત્ર ૨૪ કલાકમાં જ તમામને ફરજ પર મુકી દેવાયા હતાં. આ માલમે પોલીસ બેડામાં ભારે ચર્ચા ચાલી રહી છે. દારૂના ધંધાર્થીઓ પાસેથી તોડ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, પીઆઈ દ્વારા સમગ્ર મામલે ઈન્કાર કરાયો છે.

જામનગરના સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ઘનશ્યામસિંહ પરમાર દ્વારા પરમદિને રાત્રીના એકાદ વાગ્યાના સમયે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડી સીટી બી ડીવીઝનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતા એક પી.એસ.આઈ. તેમજ પાંચ પોલીસ કર્મચારીઓને છુટા કરી દઈ ડી સ્ટાફનું વિસર્જન કરી નાખ્યું હતું. તમામ પોલીસ કર્મચારીને સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં જુદા જુદા સ્થળોએ મુકી દીધા હતાં.

જેની ગણતરીના ૨૪ કલાકમાં જ ફરી ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેમ તમામ ડી. સ્ટાફને પુનઃ ફરજ પર લઈ લેવાયો હતો અને સ્ટેશન ડાયરીમાં ફરીથી એન્ટ્રી પાડી તમામને ડી સ્ટાફની કામગીરી માટે પુનઃ ચાલુ કરી દેવાયા હતાં.

આ કાર્યવાહીથી જામનગરના પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. દારૂના એક ધંધાર્થી પાસેથી તોડ થયો હોવાની જાણકારી મળવાના કારણે વિસર્જન પ્રક્રિયા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જો કે, પીઆઈ દ્વારા આ બાબતે સ્પષ્ટ ઈન્કાર કરાયો છે અને રૂટીન પ્રક્રિયા મજુબ ચૂંટણી પછી તમામ સ્ટાફને જુદા જુદા પોલીસ મથકે ફરજના ઓર્ડર અપાયા પછી ફરીથી ડી. સ્ટાફમાં નિમણુંક આપી હોવાનું જણાયું છે.

પોરબંદર પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ પરેડ તથા પોલીસ જવાનોની ડ્રીલનું આયોજન થયું હતું. જેમાં વહેલી સવારથી જ પોતાના ગણવેશમાં સુસજ્જ પોલીસ જવાન કર્મચારી ભાઈ બહેનોએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. તેની સાથોસાથ ડ્રીલ અને પોલીસ જવાનો કેવી રીતે કામગીરી કરીને ગુનાઓ ઉકેલે છે તેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતો. 


કરોડો રૂપિયાની લુંટના બનાવમાં ચેકપોસ્ટ ઉપર કઈ રીતે ચેકિંગ થાય છે અને આરોપીને કઈ રીતે પકડી પાડવામાં આવે છે ? તેનું પ્રત્યક્ષ નિદર્શન પણ યોજાયું હતું. એટલું જ નહી પરંતુ પોલીસના આધુનિક બાઈક અને વાહનો સાથે તેઓ કઈ રીતે પોતાની ફરજ બજાવે છે તેનું પણ નિદર્શન યોજવામાં આવ્યું હતું.

પોરબંદર જીલ્લા પોલીસ પાસે અતિ આધુનિક હથિયારોનો જથ્થો છે અને આ હથિયારોના વિવિધનામ અને તે કઈ રીતે કામગીરી કરે છે ? તેનાથી વિદ્યાર્થીઓ વાકેફ થાય તે માટે હથિયાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ, મશીનગન વગેરે તમામ પ્રકારના ઘાતક હથિયારો રજુ કરવામાં આવ્યા હતા અને તે કરી રીતે કામગીરી કરે છે તેની વિશેષતા શું છે ? તેના વિષે સમાજ આપવામાં આવી હતી. હથિયાર પ્રદર્શનનો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

Tags :