Get The App

ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા અતિથિ દેવો ભવ: સૂત્રને સાર્થક કરતાં તિબેટીયનોનું સ્વાગત કરાયું

Updated: Oct 28th, 2021

GS TEAM

Google News
Google News
ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા અતિથિ દેવો ભવ: સૂત્રને સાર્થક કરતાં તિબેટીયનોનું સ્વાગત કરાયું 1 - image


- સંઘની મહિલાઓએ વેપાર અર્થે આવેલા તિબેટીયનોનું કંકુ તિલક કરી ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું

જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર

ભારત તીબ્બત સંઘ-જામનગર દ્વારા પ્રતિવર્ષ શિયાળાની ઋતુમાં વેપાર અર્થે જામનગરના અતિથિ બનતા મૂળ તિબેટીયન પરિવારનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા અતિથિ દેવો ભવ: સૂત્રને સાર્થક કરતાં તિબેટીયનોનું સ્વાગત કરાયું 2 - image

ભારત તીબ્બત સંઘ મહિલા વિભાગ જામનગર જિલ્લા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ તેમજ સંઘના અન્ય બહેનો દ્વારા શહેરના રાધાકૃષ્ણ મંદિર નજીક મૂળ તિબેટીયનોની લ્હાસા માર્કેટમાં તિબેટીયનોને કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને મોં મીઠા કરાવી સ્વાગત અભિવાદન કરાવ્યુ હતું.

ચીનના અતિક્રમણથી પોતાનો ધર્મ અને સંસ્કૃતિ બચાવવા ભારતના આશ્રયમાં રહેતા મૂળ તિબેટીયનો હર હંમેશ ભારતીય સંસ્કૃતિ સાથે હળીમળીને રહે છે, ભારત તીબ્બત સંઘ દ્વારા તીબ્બતની ચીન પાસેથી મુક્તિ અને કૈલાશ માન સરોવર ભારતને મળી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.

નગરના અતિથિ બનેલા તિબેટીયન ભાઈ બહેનોને ભારત તીબ્બત સંઘ શહેર –જિલ્લા મહિલા વિભાગ દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ, પૂર્ણિમાબેન પંડ્યા, પાયલબેન શર્મા, નીલમબેન ગઢવી, પારૂલબેન, દિષિતાબેન, ઇલાબેન, મીનાક્ષીબેન તેમજ ભારતિબેન, વિણાબેન પાઠક જલ્પાબેન, આશાબેન, રીટાબેન ઝીંઝુવાડિયા અને યુવા વિભાગ પ્રાંત કર્મભાઈ ઢેબર વિગેરે દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

Tags :