Updated: Mar 18th, 2023
જામનગર,તા.18 માર્ચ 2023,શનિવાર
જામનગરમાં 'ઇટ્રા' દ્વારા સૌ પ્રથમ વખત ધન્વંતરિ ગ્રાઉન્ડમાં સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળાનો પ્રારંભ થયો છે. પ્રણામી સંપ્રદાયના પૂ.1008 શ્રીકૃષ્ણ મણીજી મહારાજના હસ્તે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આ વેળાએ જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમ, નગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
'ઇટ્રા' ના ડાયરેક્ટર વૈદ્ય અનુપ ઠાકર દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, અને મેળો ખુલ્લો મુકાયા પછી તમામ મહાનુંભાવોએ સમગ્ર મેળાની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ શ્રી ધાન્યના સ્ટોલમાં પણ મુલાકાત લઈને તજજ્ઞો પાસેથી જાણકારી મેળવી હતી. જામનગરના ઇતિહાસમાં શ્રી ધાન્ય મેળાનું સૌ પ્રથમ વખત આયોજન થયું છે.