- બીજાની માલિકીના ભેંસ નો પોદરો ભરનાર મહિલાના ભાઈને માર પડ્યો
જામનગર, તા. 15
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામમાં બીજા ની ભેંસ નો પોદરો ભરવો ભારે પડ્યો છે, અને ભેસનો પોદરો ભરનાર મહિલાના ભાઈને ભેંસના માલિકે ધોકાવી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ધનાભાઈ દેવશીભાઇ ગોજીયા નામના 55 વર્ષના ખેડૂતે પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી પોતાની ડોક મરડી નાખવા અંગે પાડોશમાં જ રહેતા જેસાભાઈ જેઠાભાઈ ગોજીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જયારે તેનું માથું ફાટી ગયું હોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી દાનાભાઈ ના બહેન વાલીબેન કે જેઓ પોતાની ભેંસોના પોદરા ભરી રહ્યા હતા, જે દરમિયાન આરોપી ની ભેસે પોદરા મુકેલા હતા, જે પણ ભૂલથી ભરી લેતાં આરોપી ઉશ્કેરાયો હતો, અને ઘેર ઝઘડો કરવા આવી ધાનાભાઈ પર હુમલો કરી દીધો હતો. લાલપુર પોલીસે હુમલા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


