Get The App

જામનગરની પરણીતાને સાસરિયાઓનો સીતમ: મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ

Updated: May 31st, 2024

GS TEAM

Google News
Google News
જામનગરની પરણીતાને સાસરિયાઓનો સીતમ: મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ 1 - image


Jamnagar News : જામનગરની એક પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના સાસરિયાઓએ સીતમ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણી જામનગર માવતરે રોકાવા આવ્યા પછી મહિલા પોલીસ મથકમાં પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ગુરુદ્વારા મંગલબાગ શેરી નંબર-2 માં રહેતી હેત્વીબેન પુનિતભાઈ પડિયા નામની 24 વર્ષની પરણિત યુવતીએ પોતાને મારકૂટ કરી ત્રાસ ગુઝારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે રાજકોટમાં રહેતા પોતાના પતિ પૂનિતભાઈ હરેશભાઈ પડિયા, સાસુ હર્ષાબેન હરેશભાઈ પડિયા, સસરા હરેશભાઈ છગનભાઈ પડીયા અને નણંદ કિંજલબેન હરેશભાઈ પડિયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.

Tags :