Get The App

લાલપુરના જોગવડમાં માનસિક બીમારીથી કંટાળી જઇ યુવતીનો ઝેર પી લઇ આપઘાત

Updated: Dec 2nd, 2021

GS TEAM

Google News
Google News
લાલપુરના જોગવડમાં માનસિક બીમારીથી કંટાળી જઇ યુવતીનો ઝેર પી લઇ આપઘાત 1 - image

 

જામનગર તા ૨,

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ માં રહેતી એક યુવતીએ પોતાની માનસિક બીમારીના કારણે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી ક્રિષ્નાબેન ભીમાભાઇ સાંગાણી નામની અઢાર વર્ષની અપરિણીત યુવતી ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે

મૃતકના પિતા ભીમજીભાઇ મનજીભાઈ એ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા મૃતક માનસિક બીમારીથી પીડાતી હતી. જે બીમારીથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે જે મામલે   મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.