જામનગરમા નવાગામ ઘેડમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ત્રણ ઝડપાયા
- જોડિયાભૂંગા વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના ટીચી રહેલા સાત શખ્સોની અટકાયત
જામનગર, તા. 6 નવેમ્બર 2020, શુક્રવાર
જામનગરમાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા નવાગામ ઘેડ તેમજ જોડિયા ભૂંગા વિસ્તારમાં જુગાર અંગે બે સ્થળે દરોડા પાડયા છે અને 10 આરોપીઓની ધરપકડ કરી જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
પ્રથમ દરોડો જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પાડયો હતો, ત્યાંથી જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા મુકેશ ઉર્ફે ઉર્ફે ભોલો વિનોદભાઈ સોલંકી સંજય કાળુભાઈ વાળા અને હિતેન્દ્રસિંહ ઉર્ફે મિથુન અભેસંગ ઝાલાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂ. 14,035ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત જુગારનો બીજો દરોડો જોડિયા ભૂંગા વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો, જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા અસગર અબ્દુલભાઈ લોરૂ, અસરફ આમદભાઈ, ઓસમાણ રસિદભાઈ ચાવડા, ઈસ્માઈલ અલીભાઈ ભટ્ટી, હનીફ હુસેનભાઇ સાઇચા, રસીદ અયુબભાઈ સુરાણી અને શકીખલ અજીજભાઈ થરેચાની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,460ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.