Get The App

જામનગર પંથકમાં ઠંડીનો ચમકારો યથાવત્: પવન ઘટ્યો

Updated: Mar 14th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર પંથકમાં ઠંડીનો ચમકારો યથાવત્: પવન ઘટ્યો 1 - image

જામનગર, તા. 14  માર્ચ 2020, શનિવાર

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. જોકે પવનની તીવ્રતામાં ઘટાડો નોંધાતા ઠંડીમાં આંશિક રાહત જોવા મળી છે. સાથોસાથ ભેજનું પ્રમાણ પણ ઘટયું છે. આજથી બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે.

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો નવો રાઉન્ડ ફરીથી શરૂ થયા પછી ઠંડીનો પારો 15 ડિગ્રી આસપાસ સ્થિર રહ્યો છે. જેમાં આજે પણ વહેલી સવારે ઠંડીનો પારો 15 ડિગ્રી એજ રહ્યો હતો, પરંતુ પવન ની તીવ્રતા માં ઘટાડો જોવા મળ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેમાં ઘટાડો નોંધાયો છે, અને આજે પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. સાથોસાથ ભેજનાં પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેથી હવે આજે બપોરથી આકરો તાપ પડે તેવી શક્યતાઓ છે.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના જણાવાયા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 63 ટકા રહ્યું હતું. જયારે પવનની ગતિ સરેરાશ 35 કિ.મી.ની ઝડપે રહી હતી.

Tags :