પત્ની સાથે કરિયાણું ખરીદવા અને પૈસા બાબતે બોલાચાલી થતા પતિનો આપઘાત
- જામનગર તાલુકાના વસઇ ગામે
- ગામની સીમમાં વૃક્ષની ડાળીએ ગળેફાંસો ખાધો
જામનગર, તા. 22 મે, 2020, શુક્રવાર
જામનગરમાં ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા એક યુવાને કરિયાણાની ખરીદી અને પૈસા બાબતે પોતાની પત્ની સાથે બોલાચાલી કર્યા પછી ઘર છોડી દીધું હતું. અને વસઇ ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળીઓમાં ગળાફાંસા ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરના ગ્રીન સિટી પાસે યુવા પાર્કમાં રહેતા અને મજૂરી કામ કરતા ધનપાલસિંહ પુણ્યસિંહ રાણા નામના પચીસ વર્ષના એક યુવાને ગઈકાલે પોતાના ઘેરથી નીકળી જઈ વસઇ ગામમાં સીમ વિસ્તારમાં લીમડાના ઝાડની ડાળીમાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતક ની પત્ની તુલસી ધનપાલસિંહ રાણા એ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પત્ની સાથે સામાન્ય બોલાચાલી પછી ઘર છોડી દઈ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.