જામનગર જિલ્લામાં 1,811 લોકોને હોમ ક્વૉરેન્ટાઈન કરાયા
- 32,853 લોકોએ પોતાનો હોમ ક્વૉરેન્ટાઈન પિરિયડ પૂર્ણ કર્યો
- જામનગર જિલ્લામાં 7,41,285 રાશન કીટ અને ફૂડ પેકેટનું વિતરણ કરાયું
જામનગર, તા. 12 મે 2020 મંગળવાર
જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન-૩ ના સમયગાળા દરમિયાન 1,811 લોકોને હોમ ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 32,853 લોકોએ હોમ ક્વૉરેન્ટાઈન પિરિયડ પૂર્ણ કર્યો છે. અને તેઓને મુક્ત કરાયા છે.
જામનગરના ડીસ્ટ્રીક ક્વૉરેન્ટિન ફેસિલીટી માં 321 વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે. જ્યારે પ્રાઇવેટ સેન્ટરમા 29 વ્યક્તિઓને રખાયા છે.
જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અને સ્વૈચ્છીક સંસ્થાઓના સહકારથી અત્યાર સુધીમાં કુલ 7,41,285 રાશન પેકેટ તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.