જામનગરમાં કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા હોમગાર્ડના જવાનને 25 લાખની સહાય અપાઇ
જામનગર, તા. 25,
જામનગર શહેરમાં કોરોના કાળ દરમિયાન ફ્રન્ટલાઈન વર્કર તરીકે ફરજ બજાવી રહેલા હોમગાર્ડના જવાન દયારામ ભાઈ એન. દામાંનું ચાલુ ફરજ દરમિયાન કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ થયું હોવાથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૫ લાખની સહાય આપવામાં આવી છે.
કોવોડ -૧૯ કાળ દરમિયાન પોલીસની મદદમાં ફરજ પર રહેલા દયારામભાઈ દામાં કે જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા, અને કોરોના સંક્રમિત થયા હતા. જેઓને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તારીખ ૧૪.૪.૨૦૨૧ ના દિવસે તેઓનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જેથી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી મુખ્યમંત્રી રાહત ફંડ નિધિમાંથી તેઓને 25 લાખ રૂપિયાની સહાય આપવાનું નક્કી કરાયું હતું, અને આજે મૃતકના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નીધીમાંથી ૧,૫૦,૦૦૦ ની બીજી વધારાની સહાય પણ અર્પણ કરવામાં આવી હતી.