જામનગરમાં 'ધ કેરેલા સ્ટોરી' બહેનોને જોવા માટે નિશુલ્ક વ્યવસ્થા ઉભી કરતી હિન્દુ સેના
જામનગર,તા.03 મે 2023,બુધવાર
જામનગરમાં ક્રિસ્ટલ મોલ ખાતે આવલા મલ્ટી પ્લેક્સમાં શુક્રવાર તા.5.5.2023ના રોજ રિલીઝ થતી લવ જીહાદ ઉપર થી પડદો ઉઠાવતી "ધ કેરેલા સ્ટોરી" ને હિન્દુ સેના આવકારી રહી છે, અને 14 વર્ષથી ઉપરની બહેન, દીકરીઓ માટે આ ફિલ્મને જોવા હિન્દુ સેના દ્વારા નિશુલ્ક વ્યવસ્થા ઉભી કરી છે.
ધોરણ 8, 9, 10, 11, 12 તેમજ કોલેજમાં અભ્યાસ કરતી બહેનો આ ફિલ્મ જોવા જવા માંગતી હોય તો હિન્દુ સેનાના ફોન નંબર પર સંપર્ક કરી વહેલાસર તા.4.5.2023 ના રાત્રે 10.00 વાગ્યા પહેલાં રજીસ્ટ્રેશન કરાવી લેવું. જેથી જામનગર ખોડિયાર કોલોનીમાં આવેલ રિલાયન્સ ક્રિસ્ટલ મોલના સીનેમાગૃહમાં બપોરે 2.00 વાગ્યાના શોમાં નિશુલ્ક ફિલ્મ જોવા જઈ શકાશે.