Get The App

જામનગર નજીક જાંબુડા પાસે આવેલા એક વોટર રિસોર્ટમાં નાહવા માટે આવેલા બે યુવાનો પર હિચકારો હુમલો

Updated: Mar 19th, 2022

GS TEAM

Google News
Google News
જામનગર નજીક જાંબુડા પાસે આવેલા એક વોટર રિસોર્ટમાં નાહવા માટે આવેલા બે યુવાનો પર હિચકારો હુમલો 1 - image

- વોટર રિસોર્ટના સિક્યુરિટી ગાર્ડ સહિતના ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે મારકૂટ કર્યાની પોલીસ ફરિયાદ

જામનગર, તા. 19

જામનગર નજીક જાંબુડા પાસે આવેલા એક રીસોર્ટમાં પ્રવેશના મુદ્દે તકરાર થયા પછી બે યુવાનો પર ત્રણ જેટલા સિક્યોરિટી ગાર્ડે લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે, જે મામલે પંચકોશી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના હરીપર ગામ માં રહેતા અને સોલાર પ્લાન્ટમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કિશનસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 24) અને તેના મિત્ર રાજવીરસિંહ સોઢા વગેરે ગઈકાલે ધૂળેટીના તહેવારને અનુલક્ષીને બપોરે ચારેક વાગ્યાના અરસામાં જાંબુડા નજીક આવેલા વેલકમ હોટલ વોટર રિસોર્ટમાં નાહવા માટે ગયા હતા. જ્યાં લાઈનમાં ઊભા રહેવા બાબતે તકરાર થઇ હતી.

વોટર રિસોર્ટ ના સિક્યુરિટી ગાર્ડ દ્વારા માત્ર કેટલીક મહિલાઓને અંદર જવા દેતા હતા, જ્યારે લાંબા સમયથી લાઈનમાં ઊભા રહેલા પુરુષોને પ્રવેશ આપતા ન હોવાથી કિશનસિંહ ને જીભાજોડી થઈ હતી.

જે દરમિયાન અન્ય બે સિકયુરિટી ગાર્ડ ધસી આવ્યા હતા, અને લોખંડના પાઇપ વડે કીશનસિંહ ઉપર હુમલો કરી દીધો હતો. આ સમયે રાજવીર

સિંહ સોઢા તેને બચાવવા વચ્ચે પડતાં તેના ઉપર પણ હુમલો કરાયો હતો. સમગ્ર મામલો પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે ત્રણ સિક્યુરિટી ગાર્ડ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.