Get The App

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો 2૦ મણનો ગુજરાતનો સૌથી વધુ 'ઓલ ટાઈમ હાઈ' રૂપિયા 2,111 નો ભાવ બોલાયો

Updated: Dec 30th, 2021

GS TEAM

Google News
Google News
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો 2૦ મણનો ગુજરાતનો સૌથી વધુ 'ઓલ ટાઈમ હાઈ' રૂપિયા 2,111 નો ભાવ બોલાયો 1 - image

જામનગર તા ૩૦, 

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ ની બે હજારથી વધુ ભારી આવી હતી, અને તેની હરાજી કરવામાં આવી હતી. દરમિયાન સમગ્ર ગુજરાતના ઈતિહાસના 'ઓલ ટાઇમ હાઇ' એવો સૌથી ઊંચો 2૦ મણનો 2,112 નો ભાવ બોલાયો છે, જેથી હાલારના ખેડૂતો ખુશખુશાલ થયા છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો 2૦ મણનો ગુજરાતનો સૌથી વધુ 'ઓલ ટાઈમ હાઈ' રૂપિયા 2,111 નો ભાવ બોલાયો 2 - image

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની જુદી જુદી જણસોની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મગફળી ઉપરાંત કપાસની પણ સારી આવક થઇ રહી છે. તે દરમિયાન આજે સવારે કપાસની 2૦૦૦ જેટલી ભારી આવી હતી.જેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, દરમિયાન સમગ્ર ગુજરાતભરમાં કપાસ નો ઇતિહાસ ઊંચો ભાવ બોલાયો હતો. ગત વર્ષે ૨૦ મણ કપાસની ભારિના 1,3૦૦ રૂપિયા જેટલો ભાવ બોલાયો હતો, જેમાં આજે 7૦૦થી પણ વધુ નો વધારો જોવા મળ્યો છે, અને અત્યાર સુધીના 'ઓલ ટાઈમ હાઈ' 2૦ મણના 2,111  રૂપિયા નો ભાવ બોલાયો હતો, અને તમામ કપાસ ની નવી ભારીનું વેચાણ થઈ ગયું હતું. જેને લઇને હાલારવાસી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.