જામનગરમાં GPSCની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થઈ, 5,704 ઉમેદવારોમાંથી 3,284 હાજર
Image Source: Freepik
જામનગર, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર
ગુજરાત જાહેર સેવા આયોગ (જી.પી.એસ.સી.) દ્વારા આજે રવિવારે નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર (વર્ગ-૩) ની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જામનગરમાં 5,704 ઉમેદવારો નોંધાયા હતા. તેમાંથી 3,284 હાજર રહ્યા હતા
જી.પી.એસ.સી. દ્વારા આજે રવિવાર, તા. 15 ઓક્ટોર-2023ના નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-૩) ની એમ.સી.ક્યુ. આધારિત આ 200 માર્કસની પરીક્ષા લેવામાં આવી હતી.
જામનગર માં પરીક્ષા માટે ર૪ સેન્ટર માં 238 બ્લોક ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નેશનલ હાઈસ્કૂલ, નંદન, કાલીન્દી, આર.આર. શાહ, જ્ઞાનગંગા, એ.બી. વિરાણી, એલ.જી. હરિયા, જેકુંરબેન સોની, ક્રિષ્ના, શિશુ વિહાર, ડીસીસી, પી.વી. મોદી, જીએસ મહેતા કન્યા વિદ્યાલય, સેન્ટ ઝેવિયર્સ, સેન્ટઆન્સ, સેન્ટ ફ્રાન્સીસ, ડી.એસ. ગોરિયા, સોઢા ઉમેદસિંહજી, સોઢા રસીલાબા, શારદા મંદિર, બ્રિલિન્યન્ટસ, શાસ્ત્રી ત્રંબકરામ , ભવન્સ, એ.કે. દોશી અને ઓધવદીપ વિદ્યાલય શાળા ઓ નો સમાવેશ થાય છે.
સવારે 10થી 1 સુધી ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવામા આવી હતી.જેમાં 3,284 હાજર અને 2521 પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ પરીક્ષા સંપન્ન થઈ હતી.