Get The App

જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ, ર્દીઓને દાખલ કરવા ક્યાં કરવા તે અંગે તંત્ર પણ અવઢવમાં

Updated: Apr 14th, 2021

GS TEAM

Google News
Google News
જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ, ર્દીઓને દાખલ કરવા ક્યાં કરવા તે અંગે તંત્ર પણ અવઢવમાં 1 - image


- 1450 બેડ માંથી માત્ર 9 બેડ ખાલી : વેન્ટિલેટર સુવિધા વાળા એક પણ બેડ ખાલી નથી

જામનગર, તા. 14 એપ્રિલ 2021, બુધવાર

જામનગરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસ વકરી રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. હજી તાજેતરમાં જ વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે તમામ બેડ પણ હાલ ભરાઈ ગયા છે. ત્યારે હવે નવા આવનાર દર્દીઓને દાખલ કરીને સારવાર ક્યાં આપવી તે પ્રશ્ન હોસ્પિટલ સત્તાવાળાઓ માટે ઉપસ્થિત થયો છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં નોન આઈ સી યુ અને ઓક્સિજનની સુવિધા વાળા વૉર્ડમાં માત્ર નવ બેડ ખાલી રહ્યા છે .જ્યારે વેન્ટિલેટર સુવિધા ધરાવતા વૉર્ડમાં એક પણ બેડ ખાલી નથી.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસની મહામારી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. દિવસેને દિવસે પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે જામનગર સરકારી કોવિડ હોસ્પિટલમાં જામનગર શહેર અને જિલ્લાના ગામડામાં ઉપરાંત આજુ બાજુના જીલ્લાઓ માંથી પણ સતત દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે જામનગરની કુલ 1,200 બેડની હોસ્પિટલમાં હજુ તાજેતરમાં જ 250 બેડની વધારાની સુવિધા ઉભી કરવામાં આવી હતી. પરંતુ બે-ચાર દિવસમાં જ આ તમામ બેડ પણ દર્દીઓને ભરાઈ ગયા છે. ત્યારે હવે નવા દર્દીઓ સારવાર માટે આવે તો તેમને ક્યાં સમાવવા એવો ગંભીર પ્રશ્ન જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર સમક્ષ ઊભો થયો છે.

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે જાહેર થયેલા સત્તાવાર વિગતોમાં જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ કોવિડ હોસ્પિટલ માં નોન આઈ સી યુ ઓક્સિજન સાથેના કુલ 1,215 બેડની વ્યવસ્થા છે તેમાં 1206 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે .ત્યારે ફક્ત નવ બેડ માત્ર ખાલી રહ્યા છે જ્યારે વેન્ટિલેટર સુવિધા સાથેના કુલ 235 બેડ ઉપલબ્ધ છે જ્યાં 235 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. એટલે કે એક પણ બેડ ખાલી નથી આમ કુલ 1450 બેડની સુવિધા વાળી હોસ્પિટલમાં 1441 દર્દીઓ સારવાર માટે દાખલ છે.એટલેકે માત્ર નવ બેડ ખાલી છે.ત્યારે સવાલ એવો ઉભો થયો છે કે નવા દર્દી ઓ આવે તો ક્યાં દાખલ કરવા ? 

જામનગરની સરકારી હોસ્પિટલમાં કુલ 1441 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તેમાંથી 747 દર્દીઓ કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવે છે.જ્યારે 318 દર્દીઓ શંકાસ્પદ છે .તેમજ 376 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ છે.પરંતુ તેની સ્થિતિ સારી નથી.દરમ્યાન આજે 18 દર્દીઓને રજા આપવામાં આવી હતી.જયારે એક દર્દીને કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.

Tags :