જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના તમામ 07 બિલ્ડિંગોમાં તબીબી વડા અને તેઓની ટીમ દ્વારા કરાયું નિરીક્ષણ
- હોસ્પિટલના તમામ વોર્ડમાં જરૂરી દવા- સાધનો- સ્ટાફ અને સફાઇ સહિતની કામગીરીનું કરાયું નિરીક્ષણ
જામનગર,તા.29 સપ્ટેમ્બર 2021,બુધવાર
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના તબીબોને ટીમ દ્વારા અલગ-અલગ સાત જેટલા બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને હોસ્પિટલના તમામ વોર્ડમાં જરૂરી દવાઓનો જથ્થો- સાધનો- સ્ટાફ તથા સફાઇ સહિતની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું, અને તમામ વોર્ડની સમીક્ષા કરી છે. સપ્તાહમાં એક દિવસ માટેની આ કવાયત હાથ ધરવામાં આવી છે.
જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં જુદા જુદા સાત જેટલા બિલ્ડિંગો આવેલા છે. અને તમામ બિલ્ડિંગોમાં અલગ-અલગ વોર્ડમાં સંખ્યાબંધ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે હોસ્પિટલના તમામ વોર્ડમાં તબીબી અધિકારીઓની ટુકડી મારફતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જી જી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. અજય તન્નાની રાહબરી હેઠળ જુદી જુદી ટીમો બનાવીને કુલ સાત બિલ્ડિંગમાં અલગ-અલગ વોર્ડમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને તમામ બોર્ડની જરૂરિયાત મામલે નિરીક્ષણ કરાયું હતું.
દર્દીઓની સારવાર માટેની જરૂરી દવાઓ, ઉપરાંત તેને લગતી સાધન સામગ્રી વોર્ડમાં પર્યાપ્ત મામલામાં ઉપલબ્ધ છે કે કેમ, તેમજ દર્દીની સારવાર માટે નો હોસ્પિટલનો સ્ટાફ પર્યાપ્ત માત્રામાં છે કે નહીં, જયારે વોર્ડની ફાયર સિસ્ટમની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ વોર્ડની સાફ-સફાઈ વગેરેની પણ ચકાસણી કરવામાં આવી હતી.
સપ્તાહમાં એક દિવસ માટે આ રીતની કવાયત શરૂ કરવામાં આવી છે, અને દરેક વોર્ડમાં જરૂરિયાત પ્રમાણેની સુવિધા પૂરી પાડવા માટેની સમીક્ષા કરવામાં આવી રહી છે. જી.જી.હોસ્પિટલમાં સારવાર મેળવવા આવનારા દર્દીઓ અને પૂરતી સારવાર મળી રહે તેના ભાગરૂપે આ કવાયત શરૂ કરવામાં આવી છે.